Sunday 30 October 2005

Lokhandi Purush Sardar Vallabhbhai Patel -- 31 October Sardar Patel Jam-Jayanti -- First Deputy Prime Minister Of India -- Sardar Vallabhbhai Patel Quotes In Gujarati With Images -- Sardar Vallabhbhai Patel Speech -- Sardar Vallabhbhai Patel Speech In Hindi -- Son Of Sardar Vallabhbhai Patel Dahyabhai Patel -- Daughter Of Sardar Vallabhbhai Patel Maniben Patel


પ્રમાણિકતા અને રાષ્ટ્રીયતા થી છલોછલ અને એકતા અને અખંડીતત્તાના શિલ્પી - સરદાર પટેલ





સાચો નેતા કેવો હોય? એ સરદાર વલ્લભભાઇ પટેલ જેવો હોય. એ સતત પોતાના સાથીઓની કાળજી રાખે અને એની વાણી એવી હોય કે ઢીલો માણસ ટટ્ટાર થઇ જાય. એ નેતાની હાજરીમાં સૂતેલો માણસ બેઠો થઇ જાય, બેઠેલો માણસ ઊભો થઇ જાય, ઊભેલો માણસ ચાલવા લાગે અને ચાલતો માણસ દોડવા લાગે!

ભારતના સરદારઅને ભારતની એકતાના ઘડવૈયા મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, બાંધી દડીનું શરીર. અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અનેસફેદ ખાદીનું પહેરણ. બૌદ્ધ સાધુ જેવી ગંભીર ર્દષ્ટિ, નિશ્ચયબળ,લોખંડી ઇચ્છાશક્તિ, પ્રા‍માણિક ચારિત્ર્ય. આ બધાંનો સરવાળો કરીએ એટલે સાંપડે વલ્લભભાઈ પટેલ.


હૈદરાબાદનો નિઝામ ભારતમાં જોડાવા માટે તૈયાર ન હતો. જો એનું ચાલ્યું હોત તો આજે હૈદરાબાદ એક નાનું છતાં સાર્વભોમ રાષ્ટ્ર હોત. નિઝામે તો ભારત અને  હૈદરાબાદમાં બે એલચીની નિમણુંક થાય તેવો પ્રસ્તાવ પણ મૂકેલો. સરદારે યોગ્ય સમયે લશ્કરી કાર્યવાહી ન કરી હોત તો! નિઝામના હૈદરાબાદને એમણે ભારતના પેટમાં ચાંદુંતરીકે ઓળખાવેલું. સરદાર ન હોત તો આજના આપણા દેશના નકશાનો આકાર જુદો હોત. હવે આવા સમર્થ સરદાર પટેલ દેશને ક્યારે મળશે?


'સરદાર' માત્ર એક વ્યક્તિની ઓળખ નથી. 'સરદાર' એ ગૌરવવંતા ગુજરાતની ઓળખ છે. પ્રમાણિકતાનું જ્વલંત ઉદાહરણ એટલે 'સરદાર'. ભારતના સર્વપ્રથમ નાયબ વડાપ્રધાન-ગૃહપ્રધાનનું મૃત્યું સમયે બેન્ક બેલન્સ માત્ર R 250ની આસપાસ હતું. અમદાવાદ મ્યુનિસિપાલિટીના એક સમયના પ્રમુખ અને દેશના નાયબ વડાપ્રધાન પાસે મૃત્યું સમયે ન હતું કોઇ ફાર્મ હાઉસ કે પોતાની માલિકીનું મકાન. કરમસદ ગામમાં પિતાની જમીન પણ પોતાને નામે ન હતી. જંગમ મિલ્કતને બદલે તેમની પાસે ખાદીના ચારેક જોડી કપડા હતા, બે જોડી ચંપલ, નાનો રેડિયો, લોંખડની પેટી વગેરે હતા. નિષ્કિંચન સરદાર પટેલનું જીવન સંપૂર્ણ પારદર્શક હતું અને તેઓ પાઇ પાઇનો હિસાબ રાખતા. દરરોજ રાત્રે દિવસભરનો હિસાબ-કિતાબ જનતા સમક્ષ જાહેરમાં મુકી દેતા હતા.



'ગુજરાત વિદ્યાપીઠ' તથા હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસના આર્થિક ભાર વહનનો સંપૂર્ણ જવાબદારી સરદારે ઉપાડી હતી. જેનો પાઇ...પાઇ...નો ચોખ્ખો હિસાબ સરદાર રાખતા. સરદારે પોતાના મૃત્યુ પૂર્વે કોંગ્રેસ પક્ષના R 35 લાખની થેલી અને હિસાબ-કિતાબ મણિબબેનને સોંપી દીઘો. સાથે સૂચના આપી કે તેમણે આ નાણા અને હિસાબ જવાહર લાલજીને રૂબરૂમાં સોંપી દેવો. સરદારના મૃત્યું પછી મણિબહેને આજ્ઞાપાલન કર્યુ અને એ જમાનાની માતબર રકમ જવહારલાલ નહેરૂને સોંપી દીધી પરંતુ નહેરૂ કે તે પછીના શાસકોએ ક્યારેય મણિબહેનની દરકાર સુદ્ધા લીધી નહીં અને કરૂણ અવસ્થામાં મણિબહેન અમદાવાદમાં મૃત્યું પામ્યા.


મણિબહેને જવાહરલાલ નહેરૂને R 35 લાખ તથા હિસાબ - કિતાબ સોંપ્યાનો આખો પ્રસંગ શ્વેતક્રાન્તિના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયને પોતાના જીવન ચરિત્રમાં આપ્યો છે. આ અંગે ડો. કુરીયને મણિબહેનને પુછ્યુ હતું કે, નહેરૂ તમને શું કહેશે તેવી તમારી અપેક્ષા હતી? પ્રત્યુત્તરમાં મણિબહેને કહ્યું કે તેઓ કદાચ કહેશે કે હવે હું સરદારના મૃત્યું પછી કેવી રીતે રહીશ?શું મને મદદ કરવા તેઓ કંઇક કરી શકે તેમ છે? પણ એમણે કંઇ પણ પુછ્યું જ નહીં! જવાહરલાલ નહેરૂની મલુકાત પછી મણિબહેન નિરાશ થયા.


પાછળથી મણિબહેન આપબળે સાસંદ થયા હતા અને સામાન્ય માનવીની જેમ જ જીવ્યા હતા. જીવનના અંતિમ દિવસોમાં મણિબહેન માટે એ સમયના મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલે સગવડો ઉભી કરી. આજે તો સરદાર પટેલ અને મણિબહેન જેવા નિઃસ્વાર્થ, પ્રમાણિક અને સમર્પિત લોકોની યાદ ઇતિહાસના પૃષ્ઠોમાં જ રહી ગઇ છે.


કેટલાકના મત પ્રમાણે કહેવાય છે કે સરદાર થોડું વધારે જીવ્યા હોત તો સાચા સ્વરાજ્યનું આપણને પુનિત દર્શન થયું હોત. પરંતુ ભારતના એ ભાગ્યવિધાતાને પરમાત્માનું તેડું વહેલું આવ્યું. ઈ. ૧૯૫૦ ડિસેમ્બરની ૧૫મી તારીખે દિવસ ઊગ્યો અને સરદારનો જીવનસૂર્ય આથમી ગયો.

આજીવન કોંગ્રેસ પાર્ટીના ખજાનચી રહેલો આ પાવરફૂલ પટેલ ભાયડો, જે ભારતવર્ષનો નાયબ વડાપ્રધાન હતો. એ ગુજરી ગયો ત્યારે મિલકતમાં હાથે કાંતેલા કપડા, ૩૦ વર્ષ જૂની એક ઘડિયાળ, તૂટેલી દાંડી સાંધેલા ચશ્મા મુકતો ગયો !


સરદાર પટેલ જેવા પોતાની નિષ્ઠા, જ્ઞાન, સચ્ચાઇ, દૂરંદેશી મુજબ વખાણ કે ટીકા કરતાં માણસને કોઇ વ્યકિતગત લાભાલાભ કે ગમા-અણગમાની ખેવના નથી હોતી- એ સમજવા જેટલો ઊંચો આપણો સંકુચિત સમાજ ત્યારે પણ નહોતો, અને પોતાની વૃત્તિઓની ફૂટપટ્ટીથી બીજાને માપ્યા કરતો સમાજ આજે ય સરદારને પૂરા સમજી શકે તેમ નથી! સરદારને ય આ ખબર હતી, એટલે એમણે ટોળાઓની ઉપેક્ષા કરવાનું અને બુદ્ધિજીવીઓથી અંતર રાખવાનું શીખી લીઘુ હતું!






એકતા અને અખંડીતત્તાના શિલ્પી ભારતના ભડવીર સરદાર વલ્લભભાઈ પટેલને શત શત વંદન.



No comments:

Post a Comment