Friday 20 August 2010

Proud To Be Indian - Indian Flag Animated Wallpaper Free Download - 15 August Independence Day Wallpaper-26 January Republic Day Images Free Download




રાષ્ટ્રીય ધ્વજ ભારતના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું તેમજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે. જો કે ભારતની જગ્યાએ ભારતીય ધ્વજ સંહિતા 2002નાં રોજ 26 જાન્યુઆરી 2002થી લાગુ કરવામાં આવ્યો છે. ભારતને 15 ઓગસ્ટ 1947નાં દિવસે આઝાદી મળી એના ચોવીસ દિવસ પહેલાં તા. 22 જુલાઈ,1947નાં રોજ મળેલી 'બંધારણ સભા'ની બેઠકમાં ભારતના રાષ્ટ્રધ્વજ તરીકે સફેદ, કેસરી અને લીલા રંગની મદદથી બનેલા ત્રિરંગા પર પસંદગી ઉતારવામાં આવી હતી. જો કે એમાં અશોકચક્રને પણ મધ્યમાં સમાવાયું હતું.


ધ્વજ ફરકાવવાની યોગ્ય રીત :

- જ્યારે પણ ઝંડો લહેરાવવામાં આવે ત્યારે તેને સન્માનપૂર્ણ સ્થાન આપવામાં આવે. તેને એવા સ્થાન પર લગાવવામાં આવે જ્યાથી તે સ્પષ્ટ રૂપે જોવા મળે

- સરકારી ભવન પર ઝંડો રવિવારે અને અન્ય રજાઓને દિવસે પણ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી લહેરાવવામાં આવે છે. વિશેષ પ્રસંગો વખતે તેને રાત્રે પણ ફરકાવી શકાય છે.

- ઝંડાને હંમેશા ઉત્સાહપૂર્વક લહેરાવવામાં આવે અને ધીરે ધીરે આદરપૂર્વક ઉતારવામાં આવે. ઝંડો ફરકાવતી વખતે અને ઉતારતી વખતે બ્યુગલ વગાડવામાં આવે છે. તેથી આ વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવે કે ઝંડાને બ્યુગલની સાથે જ લહેરાવવામાં અને ઉતારવામાં આવે.

- જ્યારે ઝંડો કોઈ અધિકારીની ગાડી પર લગાવવામાં આવે તો તેને સામેની બાજુ વચ્ચે કે કારની જમણી બાજુ લગાડવામાં આવે.

- ફાટેલો કે મેલો ત્રિરંગો ફરકાવવામાં નથી આવતો

- ત્રિરંગો ફક્ત રાષ્ટ્રીય શોક સમયે જ અડધો નમેલો રહે છે.

- કોઈપણ બીજા ધ્વજને રાષ્ટ્રીય ધ્વજથી ઉપર કે ઊંચો ન લગાવવો જોઈએ કે ન તો તેની બરાબર મુકવો જોઈએ.

- ત્રિરંગા પર કંઈ પણ લખેલુ કે છપાયેલુ ન હોવુ જોઈએ.

- જ્યારે ધ્વજ ફાટી જાય કે મેલો થઈ જાય તો તેને એકાંતમાં સંપૂર્ણ રીતે નષ્ટ કરવો જોઈએ.







 ધ્વજ ફરકાવવાની યોગ્ય રીત,rule for indian flag,indian flag,Rules For Indian Flag Hoisting,ત્રિરંગો,રાષ્ટ્રીય ધ્વજ,Indian flag is a national symbol representing our pride,indian flag animated wallpaper Free Download,proud to be indian,15 august independence day wallpaper,26 january republic day images,26 january republic day wallpaper Free Download,15 august independence day Free Download image.






 

No comments:

Post a Comment