Thursday 19 August 2010

Shrimad Bhagavad Gita Bhagavad Gita Online Bhagavad Gita In Gujarati Bhagavad Gita Saar Nine Formulas Of the Gita Life Will Never Ever Failure





આઈઆઈએમથી માંડી અન્ય મેનેજમેન્ટ સ્કૂલ્સ સુધી ગીતાને વ્યસ્થાપનના પુસ્તકના રૂપે ઓળખાણ મળી છે. ગીતા દુનિયાના ગણતરીના ગ્રંથોમાં સામેલ છે જે આજે પણ સૌથી વધારે વાંચવામાં આવી રહ્યો છે અને જીવનની દરેક બાજુઓ સાથે ગીતાને જોડીને વ્યાખ્યા કરવામાં આવી રહી છે. કુરૂક્ષેત્રના યુદ્ધના દ્વારે ઉભેલા કૌરવો અને પાંડવોની સેના વચ્ચે ભગવાન શ્રીકૃષ્ણે અર્જુનને જે જ્ઞાન આપ્યું તેને ગીતા માનવામાં આવી છે. 




योगस्थ: कुरु कर्माणि संग त्यक्तवा धनंजय।
सिद्धय-सिद्धयो: समो भूत्वा समत्वं योग उच्यते।।
 
અર્થ - હે ધનંજય(અર્જૂન)! કર્મ ન કરવાનો આગ્રહ ત્યાગ કર, યશ- અપયશના વિષયમાં સમબુદ્ધિ થઈને યોગયુક્ત થઈને કર્મ કર, (કેમ કે) સમત્વનો ને જ યોગ કહે છે.
 
ધર્મનો અર્થ થાય છે કર્તવ્ય. ધર્મને પોતાના નામ પર આપણે હંમેશા માત્ર કર્મકાંડ, પૂજા-પાઠ, તીર્થ-મંદિરો સુધી સીમિત રહી જાય છે. આપણા ગ્રંથોમાં કર્તવ્યને જ ધર્મ કહેવાયો છે. ભગવાન કહે છે કે પોતાના કર્તવ્યને પૂર્ણ કરવામાં ક્યારે યશ-અપયશ અને હાનિ-લાભનો વિચાર ન કરવો જોઈએ. બુદ્ધિને માત્ર પોતાના કર્તવ્ય એટલે કે ધર્મ પર ટકી રહી કામ કરવું જોઈએ. એનાથી પરિણામ વધારે સારુ મળશે અને મનમાં શાંતિનો વાસ થશે.

મનની શાંતિ હશે તો પરમાત્માથી તમારો યોગ સરળતાથી થશે. આજના યુવાનો પોતાના કર્તવ્યોમાં ફાયદો અને નુકસાનને જોખીને પહેલ કરે છે, પછી તેને કર્તવ્ય. પૂર્ણ કરવા વિશે વિચારતો રહે છે.  આ કામથી તાત્કાલિક નુકસાન જોવાતી કેટલીયવાર તેને ટાળી દે છે અને બાદમાં તેનાથી પણ વધારે નુકસાન સહન કરે છે.






नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना।
न चाभावयत: शांतिरशांतस्य कुत: सुखम्।।
 
અર્થ - યોગરહિત પુરૂષમાં નિશ્ચય કરવાની બુદ્ધિ નથી હોતી અને તેના મનમાં ભાવના પણ નથી હોતી. એવા ભાવનારહિત પુરૂષને શાંતિ નથી મળતી અને જેને શાંતિ નહીં, તેને સુખ ક્યાંથી મળશે.

મેનેજમેન્ટ સૂત્ર- દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તેને સુખ પ્રાપ્ત થાય, એના માટે તે ભટકતો રહે છે, પરંતુ સુખનું મૂળ તો તેને પોતાના મનમાં સ્થિત હોય છે, જે મનુષ્યના મન ઈન્દ્રિયો એટલે કે ધન, વાસના, આળસ વગેરેથી લિપ્ત છે, તેના મનની ભાવના (આત્મજ્ઞાન) નથી હોતી. અને જે મનુષ્યના મનમાં ભાવના ન હોય, તેને કોઈપણ પ્રકારની શાંતિ નથી મળતી અને જેના મનમાં શાંતિ ન હોય, તેને સુખ ક્યાંથી પ્રાપ્ત થાય. એટલે સુખ પ્રાપ્ત કરવા માટે પોતાના મન પર નિયંત્રણ હોવું બહુ જરૂરી છે.
 
 
 
विहाय कामान् य: कर्वान्पुमांश्चरति निस्पृह:।
निर्ममो निरहंकार स शांतिमधिगच्छति।।

અર્થ - જે મનુષ્ય બધી ઈચ્છાઓ અને કામનાઓનો ત્યાગ કરી મમતા રહિત અને અહંકાર રહિત થઈને પોતાના કર્તવ્યોનું પાલન કરે છે, તેને જ શાંતિ પ્રાપ્ત થાય છે.

મેનેજમેન્ટ સૂત્ર - અહીં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મનમાં કોઈપણ પ્રકારની ઈચ્છા અને કામનાને રાખીને મનુષ્યને શાંતિ પ્રાપ્ત ન થઈ શકે. એટલા માટે શાંતિ પ્રાપ્ત કરવા માટે સૌથી પહેલા મનુષ્યને પોતાના મનની ઈચ્છાઓનો નાશ કરવા પડશે. આપણે જે પણ કર્મ કરીએ છીએ, તેની સાથે પોતાના અપેક્ષિત પરિણામને સાથે જોડી દઈએ છીએ. પોતાની પસંદનું પરિણામની ઈચ્છા આપણને કમજોર બનાવી દે છે. તે ન હોય તો વ્યક્તિનું મન વધારે અશાંત થઈ જાય છે. મનથી મમતા અને અહંકાર વગેરે ભાવોનો નાશ તન્મયતાથી પોતાના કર્તવ્યોનું પાલન કરવું પડશે. ત્યારે મનુષ્યને શાંતિ પ્રાપ્ત થશે.
 
 
 
न हि कश्चित्क्षणमपि जातु तिष्ठत्यकर्मकृत्।
कार्यते ह्यश: कर्म सर्व प्रकृतिजैर्गुणै:।।
 
અર્થ- કોઈપણ મનુષ્ય ક્ષણવાર પણ કર્મ કર્યા વગર ન રહી શકે. બધાં પ્રાણી પ્રકૃતિને આધીન છે અને પ્રકૃતિ પોતાના અનુસાર દરેક પ્રાણીને કર્મ કરાવે છે અને તેનું પરિણામ પણ આપે છે.

મેનેજમેન્ટ સૂત્ર- ખરાબ પરિણામ ડરથી જો એમ વિચારી લે કે અમે કંઈ નહી કરીએ, તો એ આપણી મુર્ખામી છે. ખાલી બેસી રહેવું એકપણ પ્રકારનું કર્મ છે, જેનું પરિણામ આપણી આર્થિક હાનિ, અપયશ અને સમયની હાનિના રૂપમાં મળે છે. બધાં જીવ પ્રકૃતિ એટલે કે પરમાત્માને આધીન છે, તે આપણને આપણાં અનુસાર કર્મ કરાવી લેશે. અને તેનું પરિણામ પણ મળશે જ. એટલા માટે ક્યારેય પણ કર્મના પ્રત્યે ઉદાસીન ન રહેવું જોઈએ, પોતાની ક્ષમતા અને વિવેકના આધારે આપણે સતત કર્મ કરતાં રહેવું જોઈએ.
 
 


नियतं कुरु कर्म त्वं कर्म ज्यायो ह्यकर्मण:।
शरीरयात्रापि च ते न प्रसिद्धयेदकर्मण:।।
 
અર્થ - તુ શાસ્ત્રોમાં જણાવેલા પોતાના ધર્મ અનુસાર કર્મ કર, કેમ કે કર્મન કરવાની અપેક્ષા કર્મ કરવું શ્રેષ્ઠ છે તથા કર્મ ન કરવાથી તારું શરીર નિર્વાહ પણ સિદ્ધ નહીં થાય

મેનેજમેન્ટ સૂત્ર - શ્રીકૃષ્ણ અર્જૂનના માધ્યમથી મનુષ્યોને સમજાવે છે કે દરેક મનુષ્યએ પોતાનું કર્મ ધર્મ અનુસાર કરવું જોઈએ જેમે કે વિદ્યાર્થીનો ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, સૈનિકનું કર્મ દેશની રક્ષા કરવું છે. જે લોકો કર્મ નથી કરતાં, તેનાથી શ્રેષ્ઠ તે લોકો હોય છે જે પોતાના ધર્મ અનુસાર કર્મ કરે છે, કેમ કે વગર કર્મે તો શરીરનું પાલનપોષણ કરવું પણ શક્ય નથી. જે વ્યક્તિનું જે કર્તવ્ય નક્કી હોય, તેને તેણે પૂર્ણ કરવું જોઈએ.


यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जन:।
स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते।।

અર્થ - શ્રેષ્ઠ પુરૂષ જેવું આચરણ કરે છે, સામાન્ય પુરૂષ પણ તેવું જ આચરણ કરવા લાગે છે. શ્રેષ્ઠ પુરૂષ જે કર્મ કરે છે, તેને જ આદર્શ માનીને લોકો તેનું અનુસરણ કરે છે.

મેનેજમેન્ટ સૂત્ર- અહીં ભગવાન શ્રીકૃષ્ણે જણાવ્યું છે કે શ્રેષ્ઠ પુરૂષ હંમેશા પોતાના પદ અને મોભા અનુસાર જ વ્યવહાર કરવો જોઈએ, કેમ કે તે જેવો વ્યવહાર કરશે, સામાન્ય લોકો પણ તેની નકલ કરશે. જે કાર્ય શ્રેષ્ઠ પુરૂષ કરશે, સામાન્યજન તેને જ પોતાનો આદર્શ માનશે. ઉદાહરણ તરીકે કોઈ સંસ્થાનના ઉચ્ચ અધિકારી પૂરી મહેનત અને નિષ્ઠાથી કામ કરે  છે તો ત્યાં  અન્ય કર્મચારી પણ તેવી જ રીતે કામ કરશે, પરંતુ જો ઉચ્ચ અધિકારી કામ ટાળવા લાગશે તો કર્મચારી તેનાથી પણ વધારે આળસુ થઈ જશે.


 
न बुद्धिभेदं जनयेदज्ञानां कर्म संगिनाम्।
जोषयेत्सर्वकर्माणि विद्वान्युक्त: समाचरन्।।

અર્થ - જ્ઞાની પુરૂષને જોઈએ કે કર્મોમાં આશક્તિવાળા અજ્ઞાનીઓની બુદ્ધિમાં ભ્રમ એટલે કર્મોમાં અશ્રદ્ધા ઉત્પન્ન ન કરો પરંતુ સ્વંય પરમાત્માના સ્વરૂપમાં સ્થિત થઈ અને બધા કર્મોને સારી રીતે કરતાં તેમની પાસે પણ તેવા જ કરાવે.

મેનેજમેન્ટ સૂત્ર- આ પ્રતિસ્પર્ધાનો યુગ છે, અહીં દરેક આગળ નીકળવા માંગે છે. એવામાં હંમેશા સંસ્થાનોમાં આ થાય છે કે કેટલાક હોશિંયાર લોકો પોતાના કામ તો પૂરા કરી લે છે, પરંતુ પોતાના સાથીને તે કામને ટાળવા માટે પ્રોત્સાહિત કરે છે અથવા કામના પ્રત્યે તેના મનમાં બેજવાબદારીનો ભાવ ભરી દે છે. શ્રેષ્ઠ વ્યક્તિ તે જ છે જે પોતાના કામથી અન્ય માટે પ્રેરણાનો સ્ત્રોત બને. સંસ્થાનમાં આમનું જ ભવિષ્ય સૌથી વધારે ઉજ્જવળ પણ હોય છે.
  



ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम्।
मम वत्र्मानुवर्तन्ते मनुष्या पार्थ सर्वश:।।

અર્થ - હે અર્જૂન! જે મનુષ્ય મને જેવી રીતે ભજે છે એટલે કે જે ઈચ્છાથી મારું સ્મરણ કરે છે, તેવી રીતે હું તેને ફળ પ્રદાન કરું છું. બધા લોકો દરેક રીતે મારા જ માર્ગનું અનુસરણ કરે છે.

મેનેજમેન્ટ સૂત્ર- આ શ્લોકના માધ્યમથી ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે સંસારમાં જે મનુષ્ય જેવો વ્યવહાર અન્ય સાથે કરે છે, અન્ય પણ એવી જ રીતે વ્યવહાર તેની સાથે કરે છે. ઉદાહરણ તરીકે જે લોકો ભગવાનનું સ્મરણ મોક્ષ પ્રાપ્તિ માટે કરે છે, તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જે લોકો અન્ય ઈચ્છાથી પ્રભુનું સ્મરણ કરે છે, તેમની તે ઈચ્છાઓ પણ પ્રભુ કૃપાથી પૂર્ણ થાય છે. કંસે હંમેશા ભગવાનને મૃત્યુના રૂપે સ્મરણ કર્યું. એટલા માટે ભગવાને તેને મૃત્યુ પ્રદાન કર્યું આપણે પરમાત્માને એવી રીતે યાદ કરવા જોઈએ જેવા રૂપમાં આપણે તેને પામવા માંગીએ છીએ.






कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतु र्भूर्मा ते संगोस्त्वकर्मणि ।।

અર્થ - ભગવાન શ્રીકૃષ્ણ અર્જૂનને કહે છે કે હે અર્જૂન! કર્મ કરવામાં તારો અધિકાર છે. તેના ફળના વિષયમાં ના વિચારીશ. એટલા માટે તુ કર્મોના ફળનો હેતુ ના હોય અને કર્મ ન કરવાના વિષયમાં પણ તૂ આગ્રહ ન કર.

મેનેજમેન્ટ સૂત્ર- ભગવાન શ્રીકૃષ્ણ આ શ્લોકના માધ્યમથી અર્જૂનને કહેવા માંગે છે કે મનુષ્યે ફળ વગરની ઈચ્છાથી પોતાના કર્તવ્યોનું પાલન પુરી ઈમાનદારી અને નિષ્ઠાથી કરવું જોઈએ. જો કર્મ કરતાં સમયે ફળની ઈચ્છા મનમાં હશે તો તમે પૂર્ણ નિષ્ઠાની સાથે તે કર્મ નહીં કરી શકો. નિષ્કામ કર્મ જ સર્વશ્રેષ્ઠ પરિણામ આપે છે. એટલા માટે ફળની ઈચ્છા રાખ્યા વગર મન લગાવીને પોતાનું કર્મ કરતાં રહો. ફળ આપવું,  ન આપવું કે કેટલું આપવું એ બધું પરમાત્મા પર છોડી દો કેમ કે પરમાત્મા જ બધાનો પાલનકર્તા  છે.



















shrimad bhagavad gita, bhagavad gita online, bhagavad gita is, bhagavad gita audio, bhagavad gita quotes, in the bhagavad gita, bhagavad gita as it is, bhagavad gita sanskrit, yoga bhagavad gita, bhagavad gita english, srimad bhagavad gita in english full, bhagavad gita text, bhagavad gita pdf, english bhagavad gita, bhagavad gita chapter, bhagavad gita book, gita audio, bhagavad gita in english, bhagavad gita audio book, free bhagavad gita, shrimad bhagvad gita, krishna in bhagavad gita, arjuna in the bhagavad gita, bhagavad gita online audio, bhagavad gita free, bhagavad gita app, bhagwat gita, gita bhagavad, geeta in english, bhagavad gita mp3, bhagavad gita chapters, srimad bhagavad gita, bhagavad ghita, geeta in hindi, shrimad bhagvad gita in gujarati, bhagavad gita download, bhagavad gita arjuna krishna, arjuna bhagavad gita, bhagavad gita as it is audio, bhagavad gita in sanskrit, bhagavad gita yoga, ashtavakra gita, krishna gita, bhagavada gita, shrimad bhagavad gita in hindi full, shrimad bhagavad gita in english full, bhagavad gita arjuna, guru gita, bhagavad gita audio online, bhagavad gita in telugu, the yoga of the bhagavad gita, srimad bhagawad gita, bhagwat geeta, gita in hindi, baghavad gita, bhagavad gita audio english, gita.org, bhava gita, bhagavad gita in gujarati, audio bhagavad gita, gita hindi, gita saar, about bhagavad gita, bhagavad gita in hindi, bagivad gita, krishna in the bhagavad gita, bagavhad gita, bhagavad gita verses, sanskrit bhagavad gita, hindi gita, bhagwad gita, bhagavath gita, www.bhagavad-gita.org, bhagavad gita text english, bhagavad gita in tamil, bhagavath geetha, bhagwat gita quotes, bhagavad gita full text english, ghagavad gita, the bhagavadgita, shrimad bhagwat gita, bhagavad gita hindi, bhagavad gita sanskrit text, bhagavad gita teachings, bhadavad gita, bhagavat gita, bhagavad gita sanskrit english, bhagvada gita, bghavad gita, bhavagad gita, bhagavad gita slokas in english, bhagwat gita in english, bhagavad gita audio download, bagahvad gita, yoga in the bhagavad gita, bhagva gita, lord krishna and the bhagavad gita, bhagbat gita, srimad bhagvad gita, gita in english, bhagadvad gita

No comments:

Post a Comment