Friday 3 February 2012

આઇ શ્રી ખોડિયાર


આઇ શ્રી ખોડિયાર

મા ખોડિયાર નો જન્મ આશરે ૯મી થી ૧૧મી સદીમાં મહા સુદ આઠમના દિવસે ભાવનગર ના જિલ્લાના બોટાદતાલુકાનાં રોહિશાળા ગામમાં થયો હતો.તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું. 



મા ખોડિયારનું સાચું નામ:જાનબાઈ તેમજ તેમનું હથિયાર:ત્રિશૂળ ,વાહન:મગર,પ્રસાદ:લાપસી અને જન્મદિન:મહા સુદ આઠમ

ખોડિયાર માતાનાં અન્ય નામો
જાનબાઈ, ખોડલ, ત્રિશૂળધારી, તાતણિયા ધરાવાળી, માતેલ ધરાવાળી, ગલધરાવાળી, માવડી.


ખોડિયાર માતાનો વાર
મંગળવાર, રવિવાર


ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા.તેમના પિતાજી વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં ઉપાસક હતાં.

તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં. જેઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ(ખોડિયાર) અને ભાઈ મેરખિયો અથવા મેરખો હતાં.

ચારણને ત્યાં અવતરેલ સાત દીકરીઓમાં મા ખોડિયાર સૌથી નાનાં હતાં. જેનું સાચું નામ લધ્વીઆઈ અથવા જાનબાઈ હતું, પરંતુ મા બાળપણથી સહેજ ખોડંગાતાં હોઈ, તેમને હુલામણા નામથી ખોડિયાર તરીકે સંબોધવામાં આવતાં આ નામ વધુ પ્રચલિત બન્યું.

ખોડિયાર નામ અંગે પણ કેટલીક વાયકાઓ જોવા મળે છે. મામડિયાનો દીકરો મેરખિયાને કાળોતરા સાપે દંશ દેતાં તે મૃત્યુ પામ્યો. આ વાતની ખબર પડતાં જાનબાઈ પાતાળલોકમાં નાગરાજા પાસે અમૃતનો કુંભ લેવા ગયાં. ત્યાંથી પરત આવતી વખતે પગમાં ઠેસ લાગતાં તેમને ગંભીર ઈજા પહોંચી પણ તેની દરકાર કર્યા વગર ખોડાતા પગે તે ધરતી પર આવ્યાં હોઈ મા જાનબાઈનું નામ ખોડી-ખોડિયાર પડ્યું. તેમણે મગરના નાકમાં સોનાની વાળી પહેરાવતાં મગરને મા ખોડિયારના વાહન તરીકે સ્થાન મળ્યું. 


શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે. જે ધારી પાસે ગળધરા, વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે.

સરધાર ગામ પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં ૬ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે. આ ઉપરાંત પાટણ જિલ્લાનાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે. જયાં ખોડિયાર જયંતિનાં દિવસે મોટો મેળો ભરાય છે. જે પણ પુરાભારત માં પ્રખ્યાત છે. 

શ્રી ખોડિયાર માતાજી એમાના એક દેવી છે કે જેવો કળયુગમાં માનવદેહ રૂપે અવતારયા હતા.

લેઉવા પટેલ,ગોહિલ, ચુડાસમા, સરવૈયા, ચૌહાણ, પરમાર શાખનાં રાજપૂતો, કારડિયા રાજપૂત , કામદાર, ખવડ, જળુ, બ્રાહ્મણ, ચારણ, બારોટ, ભરવાડ, હરિજન, અને રબારી જ્ઞાતિના લોકો કોઈપણ જાતનાં ભેદભાવ વગર ખોડિયાર માતાજીની પુજા કરેછે.



No comments:

Post a Comment